કરછ: ભુજ નગરપાલિકાનો ઉદાહરણરૂપ દાખલો, પ્રીમોન્સુન કામગીરી બાદ કોન્ટ્રાકટર જવાબદારીમાંથી છટકે નહીં એ માટે ટેન્ડરમાં શરત રખાય

New Update
કરછ: ભુજ નગરપાલિકાનો ઉદાહરણરૂપ દાખલો, પ્રીમોન્સુન કામગીરી બાદ કોન્ટ્રાકટર જવાબદારીમાંથી છટકે નહીં એ માટે ટેન્ડરમાં શરત રખાય
Advertisment

કચ્છનાં પાટનગર ભુજની નગરપાલિકાએ રાજ્યની અન્ય નગરપાલિકાઓ માટે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. હાલમાં જ્યારે ચોમાસુ નજીક છે ત્યારે ભુજમાં પ્રીમોન્સૂન કામગીરી તો શરૂ કરી દેવાઈ છે પણ ચોમાસા બાદ કોન્ટ્રાકટર પોતાની જવાબદારી માંથી છટકે નહિ એ માટે ભુજ સુધરાઈએ સફાઈના ટેન્ડરમાં શરતો રાખી છે.

Advertisment

ભુજ શહેરમાં દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે છે. નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે પણ ચોમાસા દરમિયાન ઠેરઠેર પાણી ભરાઈ જવા,ગટર ઉભરાઈ જવી,પાણીનો નિકાલ ન થવો જેવી સમસ્યા સર્જાતી હોય છે ઉપરાંત કોન્ટ્રાકટર પણ પેમેન્ટ લીધા બાદ દાદ આપતા નથી ત્યારે ભુજ સુધરાઈની નવી બોડીએ ભુજના ઇતિહાસમાં દાખલો બેસાડતી કામગીરી કરી છે.

હાલમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે સફાઈ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે,અત્યારસુધીની સૌથી ઓછી ટેન્ડરની રકમે ભુજ નગરપાલિકાએ સફાઈનો કોન્ટ્રાકટ આપ્યો છે આ વખતે 13.71 લાખમાં વરસાદી નાળાની સફાઈનો કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં 35 કિલોમીટરમાં વરસાદી નાળા, હમીરસર અને દેશલસર તળાવની વરસાદી વહેણની સફાઇ કરવામાં આવી રહી છે. આ કામ 20 દિવસમાં પૂર્ણ થઈ જશે ખાસ આ વખતે પ્રથમ વખત ટેન્ડરમાં શરત રાખવામાં આવી છે જેમાં કોન્ટ્રાકટરને સફાઈ બાદ પૂરું પેમેન્ટ નહિ ચૂકવાય.

ચોમાસાની સિઝન પુરી થયા બાદ જ કોન્ટ્રાકટરને બાકીની 25 ટકા રકમ ચુકવવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન કોઈ જગ્યાએ અવ્યવવસ્થા સર્જાય તો કોન્ટ્રાકટર પાસેથી કામ કઢાવી શકાય. રાજ્યની નગરપાલિકાઓને પણ કોન્ટ્રાકટર સાથે ટેન્ડરમાં શરતો રાખી કામની મજબૂતાઈ નક્કી કરવા નગરપતિએ અપીલ કરી હતી.

Latest Stories