કચ્છ: કોરોના મહામારીમાં હોટલ વ્યવસાય ઠપ્પ થવાના આરે, જુઓ સંચાલકોએ સરકાર પાસે શું કરી માંગ

New Update
કચ્છ: કોરોના મહામારીમાં હોટલ વ્યવસાય ઠપ્પ થવાના આરે, જુઓ સંચાલકોએ સરકાર પાસે શું કરી માંગ

કોરોના વાયરસના કારણે અપાયેલ લોકડાઉનથી કચ્છમાં હોટલ ઇન્ડસ્ટ્રીઝનો ધંધો બંધ થવાને આરે આવી ગયો છે.હોટલ સંચાલકોએ સરકાર સમક્ષ માંગણી કરી કે હોટલ વ્યવસાય ટકાવી રાખવો હોય તો સરકાર આંશિક રાહત આપે.

છેલ્લા 15 મહિનાથી કોરોના મહામારીના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં માઠી આવી છે. પ્રથમ લહેરના લોકડાઉનમાંથી બહાર આવ્યા બાદ ધંધો પૂન સ્થાપિત થયો હતો જોકે બીજી લહેરે ઘાતક રૂપ લેતા રાત્રી કરફ્યુ અને દિવસે નિયંત્રણો લગાવાયા જેથી શહેરી વિસ્તારોમાં હોટલનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. ક્ચ્છએ પર્યટન જિલ્લો હોવાથી અહીં મોટી સંખ્યામાં હોટલો આવી છે જોકે ટુરિસ્ટ મળતા નથી. કાર્યક્રમો બંધ છે જેના કારણે આ ક્ષેત્રમાં મોટી ખોટ આવી છે ભુજની હિલવ્યું રિસોર્ટના જનરલ મેનેજર જી.એસ.રાવતે જણાવ્યું કે લોકડાઉનના કારણે હોટલ વ્યવસાયની હાલત ઘણી કઠિન બની છે.

સરકારે માત્ર ટેક અવેની છૂટ આપી છે જેમાં ધંધો થઈ શકતો નથી. હોટલના મેઇન્ટેઇન્સ માટે સ્ટાફ તો રાખવો જ પડે સામે આવક ઓછી છે.કેટલોક સ્ટાફ વતન ગયા પછી પાછો આવ્યો નથી. વિકટ સ્થિતિમાં હોટલ વ્યવસાય પસાર થઈ રહ્યો છે આવી ભયંકર મહામારીના કારણે 50 ટકા હોટલો અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે સરકાર આ ક્ષેત્રને બેઠું કરવા રાહત આપે તે જરૂરી છે.

Latest Stories