કચ્છ : કોરોના વેક્સિન લેવા માટે લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ, દરરોજ 150થી વધુ લોકો લઈ રહ્યા છે વેક્સિન

New Update
કચ્છ : કોરોના વેક્સિન લેવા માટે લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ, દરરોજ 150થી વધુ લોકો લઈ રહ્યા છે વેક્સિન

હાલ ચાલી રહેલા કોવિડ-19 મહામારી અંતર્ગત કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે.

publive-image

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તે અંતર્ગત કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના રાપર તાલુકા અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. રાપર તાલુકા હેલ્થ અર્બન સેન્ટર ખાતે તાલુકા વિકાસ અધિકારી આર.કે.રાઠવા, આંકડા અધિકારી ડી.જે.ચાવડા, હરેશ પરમાર સહિતનાઓએ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

publive-image

રાપર અર્બન હેલ્થ સેન્ટરના ડો. પૌલના જણાવ્યા અનુસાર, હાલ રાપર શહેર અને તાલુકામાં 18 વર્ષથી ઉપરના લોકોમાં વેક્સિન લેવા માટે ઉત્તરોત્તર ઉત્સાહ વધુ જોવા મળે છે. હવે વાગડ વિસ્તારમાં પણ દિવસે દિવસે વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે, ત્યારે છેલ્લા એક માસથી દરરોજ 100થી વધુ લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. વેક્સિનની કામગીરી દરમ્યાન સુપરવાઇઝર કંચન સુવારીયા, તેજલ ઉપાધ્યાય અને પ્રકાશ ચૌહાણ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Latest Stories