ભૂમિ અને દરિયાઈ સરહદ ધરાવતા પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ જિલ્લામાં અનેક વખત પાકિસ્તાની ઘૂસણખોરો પકડાતા હોય છે. જ્યારે આજે ફરી એકવાર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત સર્ચ-ઓપરેશનમાં આઠ પાકિસ્તાની રૂ.1.50 કરોડની કિંમતના 30 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડાયાનું સામે આવ્યું છે.
પાકિસ્તાનીઓ દરિયાઇ માર્ગે નશીલા પદાર્થ સાથે આવી રહ્યાની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસ અને ડેપ્યુટી એસપી ભાવેશ રોજિયા અને દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી, પરંતુ દરિયાઇ વિસ્તાર ભારતીય તટ રક્ષકદળની અંદર આવતો હોવાથી કોસ્ટગાર્ડની મદદ સાથે સંયુક્તપણે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું, જેમાં આઠ પાકિસ્તાની એક બોટ અને 30 કિલો ડ્રગ્સ સાથે પકડાયા છે. પકડાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ.150 કરોડ મનાઈ રહી છે. જ્યારે પકડાયેલા ઘૂસણખોરોની પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો કચ્છના જખૌ બંદર પર ડિલિવરી કરવાનો હતો. આ જથ્થો લેનાર શખસનું નામ કોસ્ટગાર્ડને મળી ગયું હોવાનું જાણવા મળ્યું છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170