/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/02151630/maxresdefault-18.jpg)
કોરોનાની મહામારી વચ્ચે કચ્છ જિલ્લાના ભુજ ખાતે IITEની પરીક્ષા યોજાઇ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રની બહાર સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભુજ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 500થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે પરીક્ષા કેન્દ્રની બહાર છાત્રો મોટી સંખ્યામાં ટોળે વળેલા જોવા મળ્યા હતા.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ભુજ પરીક્ષા કેન્દ્રો બહાર તકેદારીના પગલાં માટે કોઈ જ વ્યવસ્થા ન કરાતા છાત્રોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા હતા. ઉપરાંત પરીક્ષા કેન્દ્રની બહાર સોશિયલ ડિસ્ટન્સના પણ લોકોએ લીરેલીરા ઉડાવ્યા હતા. જોકે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પૂછતા તેઓએ સરકારના તમામ નિયમોનું પાલન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું અને કેમેરામાં કેદ દ્રશ્યોને ખોટા ગણાવ્યા હતા. ઉપરાંત પરિક્ષાર્થીઓને ફેસ શિલ્ડ પણ અપાયા હોવાનું જણાવ્યું હતું.