કચ્છ : પોલીસની “માઉન્ટેડ યુનિટ” ક્રાઈમ રેશિયો ઘટાડવામાં બની મદદરૂપ, જુઓ કેવી રીતે કરે છે પેટ્રોલીંગ..

New Update
કચ્છ : પોલીસની “માઉન્ટેડ યુનિટ” ક્રાઈમ રેશિયો ઘટાડવામાં બની મદદરૂપ, જુઓ કેવી રીતે કરે છે પેટ્રોલીંગ..

કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા વિવિધ રીતે કાયદો વ્યવસ્થા જાળવવા અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા સહિતની કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે કોરોના કાળ વચ્ચે માઉન્ટેડ પોલીસ દ્વારા અશ્વ સવારી કરીને ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે પશ્ચિમ ક્ચ્છ પોલીસના માઉન્ટેડ યુનિટમાં હાલ ૩૦ અશ્વ ઉપલબ્ધ છે, ત્યારે જરૂરીયાત પ્રમાણે પોલીસ દ્વારા તેનો ઉપયોગ કરીને પેટ્રોલીંગ કરવામાં આવે છે. આ અશ્વોની મદદથી પણ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. નાઈટ પેટ્રોલીંગમાં તેમજ રાબેતા મુજબના પેટ્રોલીંગમાં ઘોડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને વાડી વિસ્તારોમાં કેબલ ચોરી સહિતના બનાવોનું પ્રમાણ વધતા માઉન્ટેડ પોલીસ દ્વારા ઘોડે સવારી કરી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પોલીસના વાહનો જઈ ન શકે તેવા માર્ગો પર અશ્વ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

હાલ ભુજિયા ડુંગર પર ચોરી-લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. તેને ધ્યાને લઈને ભુજિયા ડુંગર પર માઉન્ટેડ પોલીસ દ્વારા અશ્વો સાથે પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. પોલીસ દ્વારા સામાન્ય વ્યક્તિને પણ ઘોડે સવારની તાલીમ આપવામાં આવી રહી છે. આ અંગે વખતો વખત પોલીસ દ્વારા જાહેરાત કરી યુવાનોને ઘોડે સવારીનું પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

Latest Stories