Connect Gujarat
Featured

કચ્છ : લાભ પાંચમના દિવસે જથ્થાબંધ બજારના વેપારીઓએ કર્યું “કાંટા પૂજન”, નવા વર્ષના વેપાર-ધંધાનો કરાયો પ્રારંભ

કચ્છ : લાભ પાંચમના દિવસે જથ્થાબંધ બજારના વેપારીઓએ કર્યું “કાંટા પૂજન”, નવા વર્ષના વેપાર-ધંધાનો કરાયો પ્રારંભ
X

લાભ પાંચમ એટલે ધંધા-રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલ જથ્થાબંધ બજારમાં લાભ પાંચમના દિવસે વેપારીઓ દ્વારા કાંટા પૂજન કરી નવા વર્ષના વેપાર-ધંધાનો પ્રારંભ કર્યો હતો.

ભુજમાં આવેલ જથ્થાબંધ માર્કેટ સ્થિત ભુજંગ દેવનું પૂજન-અર્ચન કર્યા બાદ ધારાસભ્ય નીમા આચાર્ય, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી સહિત વેપારીઓની હાજરીમાં લાભ પાંચમના દિવસે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાના કપરા કાળના કારણે બજારમાં વેપાર-ધંધાને માઠી અસર જોવા મળી રહી છે. પરંતુ વેપારીઓમાં નવા વર્ષના વેપારને લઈને ઉત્સાહનો માહોલ જોવા પણ મળી રહ્યો છે, ત્યારે નવા વર્ષનો પહેલો દિવસ એટલે કે, લાભ પાંચમના દિવસે રૂપિયા 4 કરોડના વ્યવસાયિક સોદા પણ થયા છે. જેમાં સૌથી પહેલો વેપાર મગનો થયો હતો. તો વિધિવત રીતે લાભ પાંચમથી કચ્છની એપીએમસી બજારો અને જથ્થાબંધ બજારો પણ ખુલી જવા પામી છે, ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ પણ જોવા મળી રહી છે.

Next Story