ઘરે બનાવો નો બ્રેડ ચોકલેટ સેન્ડવિચ ,નાના બાળકોને જરૂરથી ભાવશે
જ્યારે વાત બાળકોની આવે છે ત્યારે તેમને ચોકલેટ, ચોકલેટ બ્રેડ કે કેક, બ્રાઉની સહિતની વસ્તુ ખાવાનું પસંદ હોય છે. ત્યારે આજે અમે તમને નો બ્રેડ ડબલ ચોકલેટ સેન્ડવીચની રેસિપી જણાવીશું.
સવાર-સાંજ નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ જ્યારે વાત બાળકોની આવે છે ત્યારે તેમને ચોકલેટ, ચોકલેટ બ્રેડ કે કેક, બ્રાઉની સહિતની વસ્તુ ખાવાનું પસંદ હોય છે. ત્યારે આજે અમે તમને નો બ્રેડ ડબલ ચોકલેટ સેન્ડવીચની રેસિપી જણાવીશું.
બાળકોને કેક અને બ્રાઉની ખાવાનું વધારે પસંદ હોય છે. પરંતુ કેટલી વાર બજારમાંથી લાવેલી આ વાનગીઓ હેલ્ધી નથી હોતી, એટલે આજે અમે તમને હેલ્ધી સેન્ડવીચની રેસિપી જણાવીશું.
નો બ્રેડ ડબલ ચોકલેટ સેન્ડવીચ બનાવવા માટે દહીં, ખાંડ અથવા ગોળ, તેલ અથવા બટર, ઘઉંનો લોટ અથવા મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, કોકો પાઉડર સહિતની વસ્તુની જરુર પડશે.
હવે સૌથી પહેલા એક વાસણમાં ખાંડ, દહીં, બટર ઉમેરો. ત્યારબાદ તેમાં ઘઉં અથવા મેંદાનો લોટ ચાળીને નાખો.
ત્યારબાદ તેમાં કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો. હવે સેન્ડવીચ મેકરમાં સૌથી પહેલા બટર લગાવો.
બટર લગાવ્યા બાદ મિશ્રણને તેના પર નાખો. હવે તેના પર ફરી બટર મુકી તેને બંન્ને બાજુથી ચઢી જાય ત્યાં સુધી થવા દો.
હવે આ સેન્ડવીચને વચ્ચેથી કાપેલી લો. ત્યારબાદ એક સ્લાઈઝ પર ચોકલેટ સ્પ્રેડ લગાવો.આ બાદ બીજી સ્લાઈઝ તેના પર મુકી સર્વ કરી શકો છો.