/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/27132141/9.jpeg)
કોરોના વાયરસથી બચવા વેક્સિન જ રામબાણ ઈલાજ છે. પરંતુ દરરોજ બદલાતી સરકારની નીતિના કારણે કચ્છ જિલ્લાના માધાપરના લોકોને આ રસી મળતી નથી.
કચ્છ જિલ્લો અંતરિયાળ અને સરહદી વિસ્તાર છે. ભુજ તાલુકાની વાત કરીએ તો, ભુજના માધાપર ગામની કુલ વસ્તી 60 હજાર છે. જેની સામે દરરોજ માધાપર પીએચસીમાં માંડ 100 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવે છે. જોકે, સરકારની બદલાતી નીતિના કારણે માધાપરના લોકો રસીથી વંચિત રહી જાય છે. માધાપરના તમામ ગ્રામજનોને ક્યારે રસી મળશે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ રાજકીય ઇશારે આ 100 ડોઝમાંથી અમુક ડોઝ પણ બહાર શિફ્ટ થઈ જવા, અન્ય લોકોને ભલામણથી આપવા જેવી પ્રવૃતિઓ થતી હોવાની લોકોમાં રાવ ઉઠી છે.
માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચે જણાવ્યું હતું કે, વેક્સિન માટે દરરોજ બદલાતી સરકારની નિતીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. યુવાઓના રસીકરણ માટે ઓનલાઈન બુકિંગ કરાવવું પડે, પણ સ્લોટ મળતા નથી. સિનિયર સીટીઝન સવારે 6 વાગ્યે રસી લેવા પહોંચી જાય છે, પણ સ્ટાફ હાજર ન હોય, રસીકરણ કેન્દ્રો પર લોકોને બેસવા માટેની વ્યવસ્થા પણ હોતી નથી. પરિણામે લોકોને રસી તો લેવી હોય છે, પરંતુ અવ્યવવસ્થાના અભાવે લોકો મનમાં કચવાટ અનુભવે છે, ત્યારે હવે આ રસીકરણની પ્રક્રિયા વેગવાન બને અને લોકોની હાલાકી દૂર થાય તેવી માંગ ઉઠવા પામી છે.