કચ્છ : પાકિસ્તાન સરહદના પિલર નં. 1007થી 1057 વચ્ચે તીડનું મોટું ઝુંડ, તંત્ર એલર્ટ

New Update
કચ્છ : પાકિસ્તાન સરહદના પિલર નં. 1007થી 1057 વચ્ચે તીડનું મોટું ઝુંડ, તંત્ર એલર્ટ

ઉત્તર ગુજરાતમાં તીડે આક્રમણ કર્યું છે, ત્યારે જો પવનની

દિશા બદલાય તો સમગ્ર કચ્છ જિલ્લામાં પણ તીડના આક્રમણની શક્યતા સેવાઇ રહી છે. કચ્છના રાપર અને ખાવડામાં તીડ જોવા મળ્યા બાદ ભારત-પાકિસ્તાન સરહદના પિલર નં. 1007થી 1057 વચ્ચે તીડનું મોટું ઝુંડ જોવા મળ્યું

હતું.

કચ્છમાં ગત વર્ષે દુષ્કાળ અને આ વર્ષે કમોસમી માવઠા, ઈયળના ઉપદ્રવમાંથી માંડ માંડ બેઠા થયેલા જગતના તાત માથે વધુ એક મુશ્કેલી આવી છે. એરંડા, રાયડો, ઘઉં સહિતના પાક પર

ખતરો મંડરાઈ રહ્યો છે. ગત વર્ષે દુકાળમાં પાક નુકશાની થઈ તો આ વર્ષે ખેતીની શરૂઆતમાં જ કમોસમી

માવઠા બાદ ઈયળનો ઉપદ્રવ તો

હવે તીડનું આક્રમણ જોવા મળ્યું છે.

ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં તીડના ટોળાએ ખેડૂતોને

રાતા પાણીએ રોવડાવ્યા બાદ હવે કચ્છમાં તીડની શક્યતાને પગલે

ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. કમોસમી માવઠા, ઈયળના ઉપદ્રવમાંથી

માંડ માંડ બેઠો થયેલો કચ્છના ખેડૂતને ખેતીના દુશ્મન સામે લડવાની નોબત આવી છે.

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદના પિલર

નં. 1007થી 1057 વચ્ચે તીડનું મોટું ઝુંડ જોવા મળ્યું હતું. પવનની દિશામાં પરિવર્તન આવે તો વાગડ સહિત રાપરમાં તીડના ઝુંડ પ્રવેશ કરી

શકે તેવી શક્યતાને પગલે હાલ તંત્ર એલર્ટ છે.