કચ્છ : વાવાઝોડા પહેલાંની તૈયારીઓ, જખૌ બંદરને તંત્રએ ખાલી કરાવ્યું

New Update
વાવાઝોડું વધુ પ્રભાવી બન્યું, રાજ્યમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયુ

અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડુ તારીખ 18મી મેના રોજ બપોરના સમયે કચ્છના નલિયા અને ભાવનગરની વચ્ચે જમીન સાથે ટકરાય તેવી સંભાવના વ્યકત કરાય રહી છે. વાવાઝોડાની સંભાવનાના પગલે કચ્છના જખૌ બંદરને સલામતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો મંડરાય રહયો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં વાવાઝોડાની વધુ અસર થાય તેમ મનાય રહયું છે. કચ્છનાં કોસ્ટલ એરિયાના ગામોમાં વસતા લોકોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. ભારે પવનથી સૌથી વધુ અસર થવાની સંભાવના છે તેવા અબડાસા તાલુકામાં પણ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ વાવાઝોડાનો ખતરો યથાવત છે. દરિયા કિનારા વિસ્તારમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે આ વાવાઝોડુંનલિયા-પોરબંદર વચ્ચે ટકરાય તેવી સંભાવના છે 18મીએ આ વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાય તેવી શકયતા છે. નલિયાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે માહિતી આપતા જણાવ્યું કે, જખૌ બંદરે 1 હજાર જેટલા માછીમારોની વસ્તી છે જે પૈકી જામનગર, જૂનાગઢ, વેરાવળ, વલસાડ જિલ્લાના માછીમારોને બસ માર્ગે વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જખૌ બંદર પર રહેતા 100 થી 125 જેટલા લોકોને જખૌ શાળામાં સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરાશે. તકેદારીના ભાગરૂપે દરિયામાંથી બોટો પાછી બોલાવી લેવામાં આવી છે. જખૌ બંદર ખાલી કરી દેવાયું છે ઉપરાંત દરિયા કિનારાથી 5 કિમીના અંતરમાં 24 ગામો આવે છે જ્યાં આશ્રય સ્થાનો નક્કી કરી દેવાયા છે. કદાચ લોકોના સ્થળાંતરની જરૂરીયાત ઉભી થાય તો આ આશ્રય સ્થાનોનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત લોકોને સાદ પાડી તંત્રને સહકાર આપવા, અફવાઓથી દુર રહેવા અને તંત્રની સૂચનાઓનું અમલ કરવા સૂચના આપછામ આવી છે.

Latest Stories