New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-196.jpg)
એક તરફ ગુજરાતથી છેટા જતાં વાયુ વાવાઝોડાના સમાચાર આવ્યા છે. ત્યારે ગુજરાત માટે રાહતની ખબર છે. પરંતુ ઓમાન તરફ જઈ રહેલા વાવાઝોડાની દિશા તો બદલાઈ છે પણ અસર હજુ પણ ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં આજે સવારથી જ વેગીલો પવન ફૂંકાઈ રહ્યો છે. વેગવંતા પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પહેલા થી જ કરી દેવામાં આવી છે. આજે અને આવતીકાલે કચ્છમાં વરસાદની આગાહી છે. ત્યારે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. હાલના માહોલમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને તંત્ર પણ ઍલર્ટ છૅ. વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ છે. પરંતુ ગુજરાતના દરિયામાં તેની અસર પડે તેમ છે. વાતાવરણ જોતા વહીવટી તંત્ર ઍલર્ટ મોડમાં આવ્યું છે.