કચ્છ : વાવાઝોડાની અસરના પગલે છેલ્લા 3 દિવસથી રસીકરણની કામગીરી બંધ, લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

New Update
કચ્છ : વાવાઝોડાની અસરના પગલે છેલ્લા 3 દિવસથી રસીકરણની કામગીરી બંધ, લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

કચ્છ જિલ્લામાં સરકારના નિર્દેશ પ્રમાણે રસીકરણની કામગીરી બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે દરરોજ સાંજે 6 કલાકે ક્ચ્છ જિલ્લા પંચાયત દ્વારા વેક્સિનના સ્લોટ ઓપન કરવામાં આવે છે. તેમજ જિલ્લાના 10 તાલુકામાં રોજ 1 સાઇટ ઓપન થાય છે, ત્યારે રસી લેવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ છે.

પરંતુ સેશન મર્યાદિત હોવાથી લોકોને લાભ મળી શકતો નથી. ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં લોકોનો માંડ વારો આવે છે. તો બીજી તરફ વાવાઝોડાના કારણે જિલ્લામાં સોમવારથી રસીકરણ બંધ છે, પરંતુ આ 3 દિવસો દરમિયાન રસી માટે નોંધણી કરાવનારા લોકોને પછીના દિવસે રસી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી. પરિણામે લોકોને ફરી મહા મહેનતે રસી માટે સ્લોટ બુક કરવું પડે છે, ત્યારે જિલ્લા પંચાયતના આકરા નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા છે.

અલબત્ત જિલ્લા રસીકરણ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં રસીના ડોઝ ઉપલબ્ધ છે. સરકારની સૂચના પ્રમાણે રસીકરણ શરૂ થશે અને રસી લેવા માટે લાભાર્થીઓએ ફરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે જે માટે સ્લોટ બહાર પાડવામાં આવશે.

Latest Stories