ભરૂચમાં વકીલોનો વિરોધ
નવા નિયમો સામે નારાજગી
હાઇકોર્ટ દ્વારા નવા નિયમો બનાવાયા
પરિપત્રની કરવામાં આવી હોળી
નિયમો પાછા લેવાની માંગ
ગુજરાત હાઇકોર્ટ ના નવા નિયમો સામે ઠહેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી.
ભરૂચ સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઈઝના પેપર અને નવા ફોન્ટ-લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઈઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું. જેના વિરોધમાં ભરૂચ સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી.
ભરૂચમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.
