ભરૂચના હાંસોટમાં સેવાકાર્ય
ONGC દ્વારા સેવાકાર્ય હાથ ધરાયુ
પુર અસરગ્રસ્તોને આપવવામાં આવી સહાય
1 હજાર રાશન કીટનું વિતરણ કરાયુ
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટના પુર ગામોમાં ONGC દ્વારા 1,000 રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી ઈશ્વરસિંહ પટેલની સુચનાથી ઓએનજીસી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આ સેવાકાર્ય હાથ ધરાયું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ONGC દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલની સૂચનાના અનુસંધાને આ રાહત કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.આસરમા ગામ ખાતે પૂર અસરગ્રસ્ત પરિવારોને 1,000 અનાજની રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ONGC દ્વારા કુલ 2,000 રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાંથી 500 કિટ નર્મદા જિલ્લામાં, 500 કિટ નેત્રંગ તાલુકામાં તેમજ 1,000 કિટ હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં પહોંચાડવામાં આવી હતી.હાંસોટ પંથકના ઓભા, પાંજરોલી, આસરમા, બાલોટા, કટિયાજાળ અને હાંસોટ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રાહત સામગ્રીથી પૂરથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક સહાય મળી રહી છે.રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ONGCના એસેટ સપોર્ટ મેનેજર એમ. જી. મહેતા, ડીજીએમ મિનેષ મોદી, OBCના ચેરમેન જીગર પટેલ, વિરેન્દ્ર પટેલ, ડી. કે. પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
