મરચાં સ્વાદ માટે અનેક રીતે ગુણકારી છે. મરચાં ખાવાથી હેલ્થની સાથે સ્કિનને પણ ફાયદો થાય છે. લીલા અને લાલ મરચાં બીજી અનેક રીતે ઉપયોગ માં લેવામાં આવે છે. લીલા અને લાલ મરચાં રસોઈનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ મરચાં ખરીદતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વાર તમને ખ્યાલ હશે કે મરચાં જલ્દી બગડી જતાં હોય છે. તો આ વિષે અમે તમને જણાવીએ એવી ટિપ્સ જે તમારા મરચાં ને બગાડવા નહિ દે અને લાંબા સમય સુધી તાજા રાખશે.
આ રીતે મરચાં ખરીદો
તમે જ્યારે પણ મરચાં લો ત્યારે એક વાત નું ખાસ ધ્યાન રાખો કે મરચાં નો કલર થોડો લાઇટ હોય. આ મરચાં સ્વાદમાં થોડા ઓછા તીખા હોય છે. જ્યારે જે મરચાનો કલર ડાર્ક હોય તે મરચાં સ્વાદમાં વધુ તીખા હોય છે. હવે લાલ મરચાની વાત કરીએ તો જે મરચાં નો કલર થોડો આછો હોય તે મરચાં વધારે લીખા હોય છે. આમ લીલા અને લાલ મરચાં માં આ ફરક હોય છે. આ માટે મરચાં લેતી વખતે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખો. આ મરચાં ખાવાની પણ મજા આવે છે.
આ રીતે મરચાં સ્ટોર કરો
ઘણા લોકો મરચાં સ્ટોર કરતાં હોય છે. મરચાં સ્ટોર કરવાની પણ એક રીત હોય છે. તમે આ રીતે મરચાં સ્ટોર કરશો તો મરચાં બગડશે નહીં અને લાંબા સમય સુધી એવા ને એવા જ રહેશે. આમ જો તમે મરચાં સ્ટોર કરવાનું વિચારી રહ્યા છો તો ખાસ કરીને તાઝા મરચાં જ ખરીદવા વાસી મરચાં લેશો નહીં. મરચાં ને સ્ટોર કરવા માટે સૌ પ્રથમ મરચાં ને તાજા પાણી થી ધોઈ લો, ત્યાર બાર મરચાં ને અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખો. પાણી માંથી બહાર કાઢ્યા પછી મરચાની દાંડી તોડી નાખો. હવે ટોવેલ કે ટીશ્યુ પેપર પર મરચાં ને મૂકી દો. મરચાં સુકાઈ જાય પછી તેને ઝિપ લોક બેગ માં સ્ટોર કરો. આમ કરવાથી તમારા મરચાં લાંબો ટાઈમ સુધી તાજા જ રહેશે.