ગંદા અથવા બંધ થયેલા ગેસ સ્ટવ લાઈટરને આ રીતે કરો સાફ, ફટાફટ થઈ જશે કામ

દરેક ઘરનો મુખ્ય ભાગ ત્યાંની રસોઈ હોય છે. રસોઈના માધ્યમથી મોંનો સ્વાદ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

New Update
ગંદા અથવા બંધ થયેલા ગેસ સ્ટવ લાઈટરને આ રીતે કરો સાફ, ફટાફટ થઈ જશે કામ

દરેક ઘરનો મુખ્ય ભાગ ત્યાંની રસોઈ હોય છે. રસોઈના માધ્યમથી મોંનો સ્વાદ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.એટલા માટે આપણે આપણી રસોઈની નાની નાની વસ્તુને પણ સાફ સ્વચ્છ રાખીએ છીએ. પણ મોટા ભાગના ઘરોની રસોઈમાં એક વસ્તુ એવી હોય છે, જેની સાફ સફાઈ પર મહિલાઓનું ધ્યાન ખૂબ જ ઓછુ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ ગેસ સ્ટવ લાઈટરની. રસોડા સાથે જોડાયેલ મહત્વની વસ્તુઓમાં એક છે ગેસ સ્ટવ લાઈટર, જેનો લગભગ દરેક ઘરમાં રોજે વપરાશ થતો હશે. દેખાવે તો નાની એવી લાગતી આ રસોડાની આઈટમ ખૂબ જ કામની હોય છે. જો તે ખરાબ થઈ જાય તો, રસોડાનું કામ ખોરવાઈ જાય છે.

આજે અમે આપને ગેસ સ્ટવ લાઈટરને સાફ કરવાની અમુક સરળ ટિપ્સ જણાવીશું.

સોડાનો કરો ઉપયોગ

લાઈટરમાં તમારે પાણી નથી જવા દેવાનું, એટલા માટે સોડા અને લીંબૂના રસની ઘાટી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને લાઈટર પર લગાવી દો અને 20-30 મીનિટ માટે લગાવીને મુકી દો. લીંબૂની છાલને પણ લાઈટર પર ઘસી શકો. આવું કરવાથી લાઈટર સારી રીતે સાફ થઈ જશે. અંતમાં સુકા કપડાથી લાઈટરને સારી રીતે લુછી નાખો.

એક બાઉલમાં ચોખાનું પાણી અને ઈનો પાઉડર મિક્સ કરી લો. ત્યાર બાદ આપ આ મિશ્રણને સ્ક્રબરની મદદથી લાઈટર પર લગાવો. 15 મીનિટ સુધી મિશ્રણને લાઈટર પર લગાવી રાખો. બાદમાં સ્ક્રબરની લાઈટરને રગડો અને ભીના નીચોવેલા કપડાથી તેને સાફ કરો.

રાતના સમયે સુતા પહેલા લાઈટરમાં ટૂથપેસ્ટ લગાવીને રાખો. બીજા દિવસે સવારે બ્રશની મદદથી તેને સારી રીતે રગડી નાખો. બાદમાં સુકા કપડાથી તેને સાફ કરી લો. આવી રીતે આપ લાઈટરને સારી રીતે સાફ કરી શકશો.

આપ લાઈટરને પાણીમાં ડૂબાડી શકો નહીં પણ કેરોસીનમાં તેને નાખશો તો તે ખરાબ થશે નહીં. એટલા માટે આપ કેરોસીન લગાવો અને તેને સાફ કરો. તેની સાથે લાઈટરના મોં પર જામેલા ગ્રીસને અણીદાર વસ્તુથી તેને સાફ કરો

હવે સ્વચ્છ કપડાથી તેને સાફ કરી નાખો અને તડકામાં સુકવી નાખો.

Latest Stories