/connect-gujarat/media/post_banners/5e3e3072611ef7ef1900190ebd29b3c5e83de5a08f210ae746aa06dd62f80b13.webp)
લાંબા અને સાઈની નખ બધાને ખૂબ જ ગમતા હોય છે. નખ લાંબા અને સાઈની હોય તો મસ્ત લાગે છે. પરંતુ મોટાભાગના લોકોને એવી ફરિયાદ હોય છે કે તેમના નખ વધતા નથી અને વારંવાર તૂટી જાય છે. પરંતુ તમે આ રીતે નખની કેર કરશો તો તમારા નખ એકદમ લાંબા અને મસ્ત સાઈની થઈ જશે. મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે મારા નખ વારંવાર તૂટી જતાં હોય છે. નખ વધારવાનો શોખ અનેક લોકોને હોય છે. પરંતુ તેમના નખ વારંવાર તૂટી જતાં હોય છે. તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.
1. લીંબુના રસનો ઉપયોગ કરો
લીંબુથી તમે નાખને લાંબા અને મજબૂત કરી શકશો. આ માટે તમે લીંબુને વચ્ચેથી કટ કરી લો. હવે લીંબુ લો અને તેને નખ પર 5 મિનિટ માટે મસાજ કરો. આમ તમે સતત આ રીતે લીંબુથી મસાજ અકરો છો તો નખ તૂટશે પણ નહીં અને લીંબુના અનેક ફાયદાઓ પણ થશે. લીંબુ અનેક ગુણોથી ભરપૂર છે જે તમારા નખને મસ્ત કરવાનું કામ કરશે.
2. બટાકાનો રસ
તમારા નખ વારંવાર તૂટી જતાં હોય તો તમે બટાકાનો રસ તમારા નખ પર લગાવો. બટાકાનો રસ તમે નખ પર લગાવો ને 2 મિનિટ માટે મસાજ કરો. પછી નખને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી નખ તૂટશે નહીં અને લાંબા રહેશે. બટાકાના રસમાં અનેક ગુણો આવેલા હોય છે જે તમારા નખને સ્ટ્રોંગ બનાવશે. આ માટે તમે રાતે ઊંઘતા પહેલા બટાકાનો રસ લગાવો. બટાકાનો રસ સ્કીન માટે બેસ્ટ સાબિત થાય છે
3. બે હાથના નખને ઘસો
તમારા નખ વારંવાર તૂટી જાય છે તો તમે બે હાથના નખ સામસામે ઘસો. ખાસ ધ્યાન એ રાખો કે બે હાથના નખ તમારે હળવા હાથે ઘસવાના રહેશે. ઘણા લોકો બહુ વજન આપીને હાથ ના નખ ઘસતા હોય છે. તમે પણ આવું કરો છો. તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ માટે હંમેશા નાખને હળવા હાથે જ ઘસો.
4. મેનીકયોર કરવો
નખ લાંબા અને સાઈની કરવા માટે મેનીકયોર કરવો. મેનીકયોર કરાવવાથી નખ પર એક સાઇન આવે છે. મેનીકયોર તમારે મહિનામાં એક વાર કરવાનું રહેશે. ખાસ ધ્યાન એ રાખો કે તમે નેઇલ કેર કરો ત્યારે નેઇલએક્ષ્ટેનસન કરાવશો નહિ. નખપર કોઈ ટ્રીટમેન્ટ કરાવવાથી નખ ડેમેજ થઈ શકે છે.