તમારા બાળકોને મોબાઈલ આપતા પહેલા આટલું જાણો...

આજકાલ મોબાઈલ ફોને સૌને ઘેલું લગાડયુ છે. મોબાઈલ ફોન વિના કોઈને ચાલતું નથી મોટેરાઓ સાથે હવે નાના બાળકો પણ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે.

New Update
Child Using Phone

આજકાલ મોબાઈલ ફોને સૌને ઘેલું લગાડયુ છે. મોબાઈલ ફોન વિના કોઈને ચાલતું નથી મોટેરાઓ સાથે હવે નાના બાળકો પણ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે .અને માં બાપ પણ બાળકોને નાની ઊંમરથી જ મોબાઈલ ફોન પકડાવી પોતાના કામો પર લાગી જતાં હોય છે. જેનાથી બાળકોના જીવનમાં નકારાત્મક અસરો પડવાનું શરૂ થઈ જતું હોય છે .

આજકાલ નાની ઉંમર ના બાળકો પાસે પણ પોતાના વ્યક્તિગત મોબાઈલ ફોન હોય છે. ઘણા નિષ્ણાતો નું કહેવું છે કે બાળકોને અમૂક સમય સુધી મોબાઈલથી દૂર રાખો નઇ તો સ્વાસ્થય પર ખૂબ ખરાબ અસર પડે છે .

શા માટે મોબાઈલ, ટીવીથી બાળકોને દૂર રાખવા :

ટીવી કે મોબાઈલ સ્ક્રીન જોવાથી બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખૂબ ગંભીર અસર પડી શકે છે અને નાની ઉંમરથી જ મોબાઈલ અને ટીવી માં સમય વિતાવવાને પગલે બાળકોનો સર્વાંગી વિકાસ અટકી ગયો છે

આજકાલ બાળકો મિત્રો સાથે બહાર રમવાને બદલે મોબાઈલ માં ગેમ્સ રમવાનું વધારે પસંદ કરે છે

સ્ક્રીનનો ઉપયોગ વધુ તો નુકશાન પણ વધુ :

વધારે પડતું સ્ક્રીનની સામે રહેવાથી બાળકોની વિચારવાની ક્ષમતા પર અસર થઈ શકે છે તેમજ બાળકોના મગજની ક્ષમતા પણ ઘટી જાય છે જેને પગલે બાળકો થાક , નબળાઈ અને ચીડિયાપણું અનુભવી શકે છે ,બાળકોની યાદશક્તિ પર અસર થાય છે .

બાળકોને આટલુ સમજાવો : અને તમે પણ ધ્યાન રાખો  :

બાળકોને મોબાઈલ ફોન અને ટીવીથી દૂર રાખવાનો પ્રયત્ન કરાવો , ઘરના સભ્યોએ પણ બાળકો સામે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો , બાળકોના ટીવી અને મોબાઈલ ફોન જોવાના સમય નિયંત્રિત કરવાની જરૂર છે, બાળકો સાથે પેરેન્ટ્સ સમય વિતાવે એ ખૂબ જરૂરી બને છે , બાળકોને મોબાઇલના ફાયદા અને ગેરફાયદાથી અવગત કરો. 

Latest Stories