કર્ણાટકમાં 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું લૉકડાઉન , મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કરી જાહેરાત

New Update
કર્ણાટકમાં 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું લૉકડાઉન , મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કરી જાહેરાત

દેશમાં કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે પરંતુ વાયરસનો કહેર યથાવત છે. તેની વચ્ચે કર્ણાટક સરકારે સાત જૂન સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેની જાણકારી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આપી હતી. તેમણે કહ્યું કે, સિનિયર અધિકારી અને મંત્રીઓ સાથે બેઠક બાદ લોકડાઉનની મુદ્દત લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 24 મે સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. નિષ્ણાંતો અનુસાર 7 જૂન સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે.

સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે, અગાઉની માર્ગદર્શિકા આમાં પણ લાગુ રહેશે. હું લોકોને અપીલ કરું છું કે કારણ વગર ગમે ત્યાં ન જવું. આ સિવાય બ્લેક ફંગસ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, બ્લેક ફંગસના દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે કરવામાં આવશે.

Latest Stories