રાજ્યમાં પોલીસ તંત્રમાં લોક રક્ષક દળ- LRDમાં 10 હજાર 988 જગ્યાઓની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં 6 લાખ 35 હજાર પુરૂષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવાર અને લાભ પાંચમએ છેલ્લો દિવસ છે. 4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.
આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વીટર ના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટ હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાની અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950 ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બર ને લાભ પાંચમ ની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.લોકરક્ષક દળનું બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાય બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રાખી છે. સરકારે તમામ ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170