મહારાણા પ્રતાપ જયંતી પર જાણો તેમની કેટલીક આશ્ચર્યજનક વાતો

New Update
મહારાણા પ્રતાપ જયંતી પર જાણો તેમની કેટલીક આશ્ચર્યજનક વાતો

મેવાડનાં રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એક વીર યોદ્ધા અને એક ઉત્તમ લડાઈના વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે. જેમણે મોગલોના વારંવારનાં હુમલાઓથી મેવાડ વિસ્તારનું રક્ષણ કર્યું. મેવાડના શાસક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ થયો હતો. તે ઉદયપુર ના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જયવંત બાઈના મોટા પુત્ર હતા.

હિન્દુ કેલેન્ડર મુજબ તેમની જયંતી જયેષ્ઠ મહિનાના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર મુજબ મેવાડના 13માં રાજપૂત રાજા પ્રતાપસિંહની જન્મ જયંતીની ઉજવણી દર વર્ષે 9 મેનાં રોજ કરવામાં આવે છે. મહારાણા પ્રતાપનાં શક્તિસિંહ, વિક્રમસિંહ અને જગમલ સિંહ નામના ત્રણ નાના ભાઓ હતા અને 2 સાવકી બહેનો પણ હતી.

મહારાણા પ્રતાપ ઉદયસિંહનાં મૃત્યુ પછી 1572માં મેવાડના રાજા બન્યા. તે રાજસ્થાન મેવાડના 13માં રાજપૂત રાજા હતા.

મહારાણા પ્રતાપ ભારતના અત્યાર સુધીના સૌથી મજબૂત યોદ્ધાઓ તરીકે માનવમાં આવે છે. તેમની લંબાઈ 7 ફૂટ 5 ઇંચની હતી, તેઓ 80 કિલો વજનનાં ભાલા અને બે તલવારો સાથે આશરે 208 કિલો કુલ વજન લઈને યુદ્ધમાં જતાં હતા. તે 72 કિલો વજનનું બખ્તર પણ પહેરતા હતા.

મહારાણા પ્રતાપે ઉદયપુરથી આશરે 60 કિલોમીટર દક્ષિણમાં ચાવન્દ શહેરને ફરીથી રાજધાની બનાવી અને બાકીનું જીવન ત્યાં જ વિતાવ્યું હતું. મુઘલો સામે આઝાદીની લડતને કારણે મહારાણા પ્રતાપને ભારતના પહેલા મૂળ સ્વતંત્રતા સેનાની માનવામાં આવે છે.

મહારાણા પ્રતાપને પકડવાનું અકબરનું સપનું હતું પણ તે તેમના જીવનકાળમાં સફળ થઈ શક્યો નહીં. ગોગુંડા સહિતના તમામ રાજપૂત રાજવંશ અને બુંદીએ અકબરને શરણાગતિ આપી હોવા છતાંપણ માહરાના પ્રતાપે ક્યારેય અકબર સામે નમ્યા નહી.

ચિત્તોડને મુઘલોથી મુક્ત કરવું એ પ્રતાપનું સ્વપ્ન હતું અને તેથી મહારાણા પ્રતાપે એક પ્રતિજ્ઞા લીધી કે તે પાંદડાની થાળીમાં જ જમવાનું જમશે અને જ્યાં સુધી ચિત્તોડ પાછો નહીં જીતે ત્યાં સુધી ઘાસના પલંગ પર સૂઈ જશે. આજે પણ કેટલાક રાજપૂતો સુપ્રસિદ્ધ મહારાણા પ્રતાપના સન્માનમાં એક પાન પોતાની પથારીની નીચે મૂકે છે.

યુદ્ધમાં પોતાના માલિકને બચાવવા માટે બલિદાન આપતા મહારાણા પ્રતાપના વફાદાર ઘોડા ચેતક વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ મહારાણા પ્રતાપ પાસે એક હાથી પણ હતો. જેમણે યુદ્ધમાં મુઘલ સૈન્યને કચડીનાખ્યું હતું. રામપ્રસાદએ બે યુદ્ધ કરતાં હાથીઓને મારી નાખ્યા, અકબરે પોતાની દળને કોઈપણ કિંમતે રામપ્રસાદ પકડવાનો આદેશ આપ્યો અને તે જ 7 યુદ્ધ કરતાં હાથીઓને રામપ્રસાદને પકડવા મોકલવામાં આવ્યા. અને તેની પકડી પાડ્યો હતો પરંતુ તેની નિષ્ઠા હંમેશા માલિક મહારાણા પ્રતાપની હતી અને તેથી તેણે કાંઈ ખાધું નહીં, પાણી પીધું નહીં અને તેની કેદ થયાના 18 મા દિવસે તે મૃત્યુ પામ્યો.

મહારાણા પ્રતાપ તેમના જીવનકાળમાં સંખ્યાબંધ લડાઇ લડ્યા હતા. એક વખત શિકાર કરતાં તીર વડે ધનુષની તાર ખેચતી વખતે તેમનું મોત નીપજ્યું. મહારાણાના મૃત્યુના સમાચારથી અકબર પણ રડ્યો હતો.

મહારાણા પ્રતાપે 19 જાન્યુઆરી 1597ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજે મહારાણા પ્રતાપની જયંતી નીમીત્તે કનેક્ટ ગુજરાતની ટીમ તરફથી વીર શિરોમણી  મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલી પાઠવીએ છે.

Latest Stories