Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : 2 વાગ્યે ઠાકરે સરકારનો વિશ્વાસ પ્રસ્તાવ, ફડણવીસના 2 દિવસ ઉદ્ધવના કેટલા?

મહારાષ્ટ્ર : 2 વાગ્યે ઠાકરે સરકારનો વિશ્વાસ પ્રસ્તાવ, ફડણવીસના 2 દિવસ ઉદ્ધવના કેટલા?
X

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેની આજે અગ્નિ પરીક્ષા થશે. ઉદ્ધવ સરકાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરશે, પરંતુ બહુમતી પરીક્ષણ પૂર્વે કોંગ્રેસ કચવાઈ ગઈ છે. કોંગ્રેસ હવે ડેપ્યુટી સીએમની માંગ કરી રહી છે. તો બીજી તરફ

બહુમત પરીક્ષણ પહેલા અજિત પવાર ભાજપના સાંસદને મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં લાંબા વિવાદ બાદ એક ગઠબંધન વાળી સરકારની રચના કરાઇ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને ન્યૂનતમ સમાન કાર્યક્રમ

અંતર્ગત મહારાષ્ટ્ર વિકાસ અઘાડી નામનું ગઠબંધનનું નિર્માણ કરી રાજયમાં સરકાર બનાવી

હતી. ત્રણેય પક્ષોએ સંયુક્ત રીતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નામ પર એકમત થયા

હતા. અને રાજ્યના મુખ્યપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે એ ગુરુવારના રોજ શિવાજી પાર્કમાં ભવ્ય રીતે શપથ ગ્રહણ કર્યા હતા.

જેમની સાથે ત્રણેય પક્ષના 2-2 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. જો કે ઉપ

મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ પદ માટે કોંગ્રેસ અને એનસીપીમાં અસમંજસની સ્થિતિ

ઊભી થઈ છે. કોંગ્રેસ પણ હવે ઉપ મુખ્યમંત્રી પદ ઇચ્છે છે જ્યારે એનસીપી પણ

વિધાનસભાનું સ્પીકર પદ ઇચ્છે. આ સાથે જ આજે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન અને

ઉદ્ધવ ઠાકરે માટે અગ્નિ પરીક્ષા છે. બપોરે 2 વાગ્યે સરકારે વિધાનસભામાં બહુમત

પરીક્ષણ પાસ કરવું પડશે.

આ પહેલાના ઘટનાક્રમ પર નજર કરીએ તો શનિવારના રોજ ભાજપે એનસીપી ના અપ્રત્યક્ષ

સમર્થનથી રાતોરાત સરકાર બનાવી દીધી હતી. અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને

અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યાર બાદ આ મામલાએ વધુ ચર્ચા જગાવી

હતી. અને શરદ પવારે ભાજપને એનસીપીનું ગઠબંધન ન હોવાનું જાહેર કર્યું હતું. ત્યાર

બાદ વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે ફડણવીસ સરકારને 30

કલાકમાં બહુમત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે પરીક્ષણ પહેલા ફડણવીસે

રાજયપાલને રાજીનામું આપી દીધું હતું. અને શિવસેનાએ ગઠબંધનના સહયોગ થી સરકાર બનાવી

હતી.

આજે ગઠબંધન સરકાર વિશ્વાસ મત મેળવે એ પહેલા અજિત પવાર ફરી એક વખત ચર્ચામાં

આવ્યા હતા. તેઓ ભાજપના સાંસદ પ્રતાપ રાવ ચિખલીકરને મળ્યા હતા. બહુમત પરીક્ષણ પહેલા

જ મુલાકાત થી ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે અજિત પવારે આ મુલાકાતને ઔપચારિક

ગણાવી હતી. આ સાથે જ શિવસેના નેતા સંજય રાઉતે ટ્વિટ કરી 170 થી વધુના બહુમતનો

આશાવાદ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિજય વાડેત્તિવારે વિશ્વાસ મતમાં

168 થી વધુના સમર્થનનો દાવો કર્યો હતો.

Next Story
Share it