/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/26133501/maxresdefault-307.jpg)
મહારાષ્ટ્રમાં
બહુમત અંગે છેલ્લા ત્રણ દિવસથી ગરમાયેલા માહોલ વચ્ચે મંગળવારે સુપ્રિમ કોર્ટે
ચુકાદો આપ્યો છે. ફડણવીસ સરકારને બુધવારે સાંજે 5 વાગ્યે બહુમત સાબિત કરવા આદેશ કરાયો છે.
વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરની
વરણી કરાશે અને તેમના આદેશ મુજબ રાજકીય પાર્ટીઓ તેમના ધારાસભ્યો માટે વ્હીપ જારી
કરી શકશે. ભાજપ પાસે હાલમાં 116 જયારે કોંગ્રેસ, શિવસેના અને
એનસીપી ગઠબંધન માટે 162 ધારાસભ્યોનું
સમર્થન છે.
મહારાષ્ટ્રમાં
ભાજપની ફડણવીસ સરકારને આગામી 30 કલાકમાં બહુમત પુરવાર કરવા સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે. શનિવારે રાજયપાલે
વહેલી સવારે ફડણવીસ અને અજીત પવારને શપથ લેવડાવી લીધાં હતાં. રાજયપાલના નિર્ણયને
કોંગ્રેસ, શિવસેના અને
એનસીપીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. રવિવાર અને સોમવારના રોજ બંને પક્ષોની
દલીલ સાંભળ્યાં બાદ મંગળવારે કોર્ટે ચુકાદો આપ્યો હતો.
ફડણવીસ
સરકારને બુધવારે
સાંજે પાંચ વાગ્યે
બહુમત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગુપ્ત મતદાન ન કરવા ઓપન બેલેટ થી
મતદાન અને વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનો ચુકાદો આપ્યો હતો.
કોર્ટે ચુકાદો સાંભળવતા જણાવ્યુ હતું હોર્સ ટ્રેડિંગ રોકવા માટે આ ફેંસલો
સંભળાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. ભાજપ પાસે હાલ 116 ધારાસભ્યો અને ગઠબંધન માટે 162 ધારાસભ્યો હોવાથી ભાજપ માટે લોઢાના ચણા
ચાવવા જેવી સ્થિતિ છે. પ્રોટેમ સ્પીકર વિધાનસભામાં ફલોર ટેસ્ટ કરાવશે અને તે વ્હીપ અંગે પણ નિર્ણય કરશે.
જો તેઓ અજીત પવારનો વ્હીપ માન્ય રાખશે તો ભાજપ સરકાર બચાવવામાં સફળ રહેશે અને જો
જયંત પાટીલનો વ્હીપ માન્ય રહેશે તો ભાજપ સરકારનું પતન થવું નકકી છે.