માલપુર : જીતપુર ગામે વીજ તારમાં શોર્ટ સર્કિટ થી ઘરવખરી બળીને ખાક

New Update
માલપુર : જીતપુર ગામે વીજ તારમાં શોર્ટ સર્કિટ થી ઘરવખરી બળીને ખાક

અરવલ્લી જિલ્લામાં વીજતંત્રના લચકાતા તારમાંથી સતત તણખલા ઝરતા અને શોર્ટ સર્કિટ થી ખેતરોમાં ઉભો પાક અને રહેણાંક વિસ્તારોમાં રહેલા ઘર બળીને ખાખ થતા ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. માલપુર તાલુકાના જીતપુર ગામના પ્રવીણભાઈ ખાતું ભાઈ વણકર નું ઘર આગમાં સ્વાહા થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત છે ત્યારે વીજ વાયરને કારણે આગને કારણે ઘર વખરી બળીને ખાખ થઇ જવાની ઘટના બની છે. માલપુર તાલુકાના જીતપુર ગામે ઘર પરથી પસાર થતાં વીજ વાયરને કારણે અચાનક શોર્ટ સર્કિટ થયો જેને કારણે આગ ભભૂકી ઉઠતા આગની ઝપેટમાં ઘર આવી જતાં ઘર બળી ગયું. આગ લાગવાની ઘટનાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને પાણીનો મારો ચલાવ્યો હતો, જોકે સામાન્ય લાગેલી આગ ગરમીને કારણે વધુ પ્રસરી હતી.

સામાન્ય પ્રસરેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું, અને ઘરનો તમામ સામાન બળીને ખાખ થતા ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Latest Stories