હળદર એક એવો મસાલો છે, કે જે તમને અનેક પ્રકારની ભારતીય વાનગીઓમાં જોવા મળશે. હળદરમાં જોવા મળતા કરર્ક્યુમિન એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણો ધરાવે છે અને કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે હળદરમાં કેન્સર અને અલ્ઝાઈમર જેવા રોગોને રોકવા સહિત ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આટલું જ નહીં, હળદરને આહારમાં ઉમેરવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરી શકે છે. હવે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ત્યારે હળદર તમારા આહારમાં ઘણા ફાયદાઓ ઉમેરી શકે છે. તો ચાલો જાણીએ શિયાળામાં હળદર ખાવાના ફાયદાઓ વિશે.
હળદર એક કુદરતી મસાલા હોવાને કારણે તેના હીલિંગ ગુણધર્મોમાં સામાન્ય શરદી, સાઇનસ, સાંધાનો દુખાવો, અપચો અને ઉધરસમાં રાહતનો સમાવેશ થાય છે. આ સમસ્યાઓથી ત્વરિત રાહત મેળવવા માટે તમે દૂધ અને ચામાં એક ચપટી હળદર ઉમેરી શકો છો. દરરોજ હળદરનું સેવન કરવાથી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
શરીરમાં રહેળ ઝેરને બહાર કાઢે છે :-
તહેવારોની મોસમ ત્યારે આનંદ લેવ માટે છે આપણે ઘણા બધા આલ્કોહોલ અને અન્ય જંક ફૂડ્સનું સેવન કરીએ છીએ. જેને ‘હોલિડે વેઇટ’ કહેવાય છે. તે સિઝનના અંતે બીમારીનું સ્વરૂપ પણ લઈ શકે છે. તમારા લીવરના કાર્યને સુધારવા માટે એક ચપટી હળદરનું સેવન કરી શકાય છે. હળદર એક એવું એન્ટીઓક્સીડેન્ટ છે, જે શરીરને અંદર અને બહાર બંને રીતે ફાયદો કરે છે.
ફ્લૂમાં રાહત મળે છે :-
શિયાળાની ઋતુની શરૂઆત ફ્લૂથી થાય છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં હળદરના દૂધને કુદરતી દવા ગણવામાં આવે છે. મોટાભાગની સગર્ભા સ્ત્રીઓ હળવા ફ્લૂમાં પણ હળદરના દૂધનું સેવન કરતાં હોય છે. હળદર બેક્ટેરિયલ ચેપને દૂર કરવામાં મદદ કરે છે અને ગળામાં થતાં દુખાવાને દૂર કરે છે.
હળદર એક એવો મસાલો છે જે આખા વર્ષ દરમિયાન દરેક પરિવારને પ્રિય હોય છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો, પરંતુ સ્વાસ્થ્યને પણ સુધારે છે. હળદરના હીલિંગ ગુણધર્મોનો અભ્યાસ તેના લોહીને પાતળા કરવા, કેન્સરનું જોખમ ઘટાડવા અને અલ્ઝાઈમરની સારવાર માટે કરવામાં આવ્યો હતો.
