અંકલેશ્વરમાં આગનો બનાવ

નોબલ માર્કેટમાં આગ 

સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નિકળી

ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા

4 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48ને અડીને આવેલ નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.4 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં નોબલ માર્કેટ ખાતે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

ગોડાઉનમાં કેમિકલનાં ખાલી ડ્રમ, પ્લાસ્ટિક ટાયર સહિતનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આગને પગલે ભયાવહ ધુમાડો ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નજીકમાં આવેલા રીગલ એપાર્ટમેન્ટને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ચાર ફાયર ફાઇટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ, મામલતદાર રાજન વસાવા સહિતના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લાગેલી આ આગને પગલે તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.