અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

બોરભાઠા બેટ ગામે આયોજન

મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

રક્તદાન શિબિર યોજાઈ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની નારાયણ હોસ્પિટલ અને ઉપા હેલ્થ કંપનીના સહયોગથી બોરભાઠા બેટ ગામ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો.

ભરૂચની નારાયણ હોસ્પિટલ અને ઉપા હેલ્થ કંપનીના સહયોગથી બોરભાઠા બેટ ગામ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પમાં ડો. વલી સોલંકી, ડો. રાજેન્દ્ર ગાલવેકર સહિત હાડકાં, આંખો અને ઓર્થોપેડિક સહિતના નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહી સ્થાનિકોની તપાસ કરી હતી.

નારાયણ હોસ્પિટલના ચેરમેન દેવેન્દ્ર શર્મા, બોરભાઠા બેટના સરપંચ પંકજ પટેલ તથા ઉપા હેલ્થના અંશુ ઉપાધ્યાયના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન આંખો, હાડકાં સહિતની વિવિધ તબીબી તપાસ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું.