Connect Gujarat
ગુજરાત

મેઘરજ રેફરલ હોસ્પિટલમાં જતાં અચકાતા દર્દીઓ : તાસના પત્તાની જેમ ખરે છે છતનાં પોપડા

મેઘરજ રેફરલ હોસ્પિટલમાં જતાં અચકાતા દર્દીઓ : તાસના પત્તાની જેમ ખરે છે છતનાં પોપડા
X

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ અંતરિયાળ વિસ્તારના પ્રજાજનો માટે આશીર્વાદ રૂપ છે જો કે હોસ્પિટલની હાલ એટલી કફોડી બની છે કે મહિલા વૉર્ડના પોપ પડતાં અફરા-તફરી મચી જવા પામી હતી. સ્ત્રી વૉર્ડમાં બનેલી ઘટના સમયે ૧૦ થી વધુ દર્દીઓનો હતાં સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ મંગળવારે મેઘરજ રેફરલ હોસ્પિટલમાં અનહોની ઘટના સહેજ માટે બનતા રહી ગઈ હતી. રેફેરલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને બીજીબાજુ સ્ત્રી વોર્ડની જર્જરિત છત પરથી ધડામ દઈને મોટો સિમેન્ટનો પોપડો ઉખડી નીચે પલંગ પર પડ્યો હતો. સદનસીબે પલંગ પર મહિલા દર્દી ન હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. છત પરથી પોપડો પડતા જાણે બૉમ્બ ફાટ્યો હોય તેવો ધડાકો થતા બધા દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ બહાર દોડી આવ્યા હતો અને થોડી વાર માટે તો અફડાતડી જેવો માહોલ હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="93064,93065,93066,93067"]

મેઘરજ રેફરલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા ચાલુ પંખો પણ જમીન પર પટકાયો હતો ત્યારે પણ જાનહાની ટળી હતી.

મેઘરજ તાલુકો એ અંતરિયાળ વિસ્રેતારમાં હોવાથી મોટી સંખ્યામાં ગ્રામીણ લોકો અહીં સારવાર માટે આવે છે જોકે હોસ્પિટલની કફોડી હાલત પર તંત્રનું ધ્યાન કેમ નથી જતું તે એક સવાલ છે. રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ ડૉક્ભટર ભરોસે નહીં પણ ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. મજબૂરીના લીધે જીવન જોખમે ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓ સારવાર લેવા મજબુર બન્યા છે. છાશવારે બનતી ઘટનાઓથી હવે દર્દી આવતા પણ ખચકાઇ રહ્યા છે. સવાલ એક જ કરી રહ્યા છે કે આવીએ તો. કોના ભરોસો ભગવાન કે ડૉક્ટર.

Next Story