મહેસાણા: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરાયું

New Update
મહેસાણા: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરાયું

આજરોજ ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ મહેસાણા જીલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. જો કે કોરોના મહામારીના કારણે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આજ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયો છે ત્યારે મહેસાણા જીલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે.આથી બહુચરાજી મંદિરે આજે પૌરાણિક પરંપરા મુજબ બહુચર માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીનો ઘટઃસ્થાપન કરી વિધિ વિધાન સાથે પ્રારંભ કરવા માં આવ્યો છે.બહુચરાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને પ્રવેશબંધી જાહેર કરવાની સાથે ભાવિક ભક્તો વિના ચૈત્રી  નવરાત્રીની ઉજવણી શરુ કરવામાં આવી છે.ચૈત્રી નવરાત્રીમાં ગુજરાતની સાથે દેશભરમાંથી ભાવિક ભક્તોમાં બહુચરના ચરણે શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવવા આવે છે પરંતુ કોરોના મહામારીના પગલે ચૈત્રી નવરાત્રીમાં બહુચરાજી મંદિરમાં ભક્તોની પ્રવેશબંધીથી માઈભક્તો દર્શન કરી શકશે નહી.

Latest Stories