મહેસાણા: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અપાતા અનાજના આવા હાલ, તમે પણ જોઈ ચોંકી જશો

New Update
મહેસાણા: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અપાતા અનાજના આવા હાલ, તમે પણ જોઈ ચોંકી જશો

મહેસાણા જિલ્લામાં ગત એપ્રિલ મહિનાનું મધ્યાહન ભોજનનું અનાજ સસ્તા અનાજની દુકાનમાં સડી ગયું છે. બાળકોના પેટનો ખાડો પૂરવા ઉપયોગી અનાજ બિન ઉપયોગી થઈ પડી રહેતા અધિકારીઓની બેદરકારી સામે આવી છે.

રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના મુજબ ભોજન બનાવી શાળામાં જ બાળકોને પીરસવામાં આવતું હતું. પરંતુ ગત માર્ચના છેલ્લા દિવસોમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવતા સ્કૂલો બંધ કરવામાં આવી હતી. પરંતુ મહેસાણા જિલ્લાની 55 જેટલી સસ્તા અનાજની દુકાનધારકોને એપ્રિલ મહિના માટે સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટેનું આનજ ફળવવામાં આવ્યું હતું. જે આજે પણ તેમ ને તેમ રહેતા સડી ગયું છે આ સડી ગયેલ અનાજ અન્ય અનાજને પણ ના બગડે તે માટે સસ્તા અનાજની દુકાનના વેપારીઓ અધિકારીઓને પણ રજુઆત કરી ચુક્યા છે પરંતુ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી.

મહેસાણા જિલ્લામાં 55 થી વધુ મધ્યાન ભોજન માટેની નિયત સસ્તા અનાજની દુકાનો પર આ અનાજ માં જીવતો પડવા લાગી છે સસ્તા અનાજની દુકાનદારો દ્વારા અધિકારીઓને મૌખિક તેમજ લિખેત વારંવાર રજૂઆતો કરવામાં પણ આવી પણ અધિકારીની બેદરકારી અને અણઘડ વહીવટ ના કારણે ગરીબ બાળકોના કોળિયા સમાન અનાજ સાવ સડી ગયું અને તેમાં જીવાત પડતા બિન ઉપયોગી થઈ ગયુ છે. આ બાબતે ગુજરાત રાજ્ય F P S એસોસિએશનના મહામંત્રીએ એવું પણ જણાવ્યું કે જો યોગ્ય તપાસ કરવામાં આવેતો આખા ગુજરાતમાં મહેસાણા જિલ્લા જેવી પરિસ્થિતિ સામે આવી શકે છે અને મોટા જથ્થામાં અનાજ સદી ગયાનું બહાર આવી શકે છે.

Latest Stories