મહેસાણા : કોરોનાનો નાશ કરવા તળેટી ગામે ઊભું કરાયું નાસ કેન્દ્ર, તમે પણ કરી શકો છો આ નવતર પ્રયોગ..!

New Update
મહેસાણા : કોરોનાનો નાશ કરવા તળેટી ગામે ઊભું કરાયું નાસ કેન્દ્ર, તમે પણ કરી શકો છો આ નવતર પ્રયોગ..!

કોરોના વાયરસે મહેસાણા જિલ્લામાં પણ કાળો કહેર વરસાવ્યો છે. અહી દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વધતાં જતાં કોરોના સંક્રમણને નાથવા અને લોકોના સારા સ્વાસ્થ્ય માટે તળેટી ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક નાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લઈ રહ્યા છે.

મહેસાણા તાલુકાના તળેટી ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક નાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ગામની દરેક વ્યક્તિ વારા ફરથી કેબિનમાં જઈને નાસ લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક તપેલામાં ભરેલા પાણીમાં 30 જેટલી આયુર્વેદિક ઔષધિઓ નાખવામાં આવે છે. જેને ઉકાળીને એક પાઇપ દ્વારા એક વ્યક્તિ જઈ શકે તેવા કેબિનમાં ઔષધિઓની વરાળ પસાર કરવામાં આવે છે.

આ કેબિનમાં વ્યક્તિ થોડી મિનિટો માટે અંદર જઈને નાસ લે છે. જેથી જો કોઈ વ્યક્તિને થોડું પણ કોરોના સંક્રમણ થયું હોય તો આ આયુર્વેદિક નાસથી તેનો નાશ થઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તળેટી ગામમાં કોરોનાના 10 જેટલા પોઝિટિવ કેસ હતા. જે નાસ સેન્ટર ઊભું કરાતાં હાલમાં માત્ર 4 લોકોના જ એક્ટિવ કેસ છે. જેથી કહી શકાય કે, આ આયુર્વેદિક નાસ લેવાની પ્રક્રિયા થોડેક અંશે કોરોના સંક્રમણ અટકાવવા માટે સફળ થઈ રહી છે.

Latest Stories