મહેસાણા : દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ

New Update
મહેસાણા : દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીની તારીખ અને જાહેરનામું જાહેર થતાની સાથે જ ડેરીમાં 16 વર્ષથી સત્તા જૂથમાં રહેનારા અને ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી CID ક્રાઇમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે તારીખો જાહેર થતા તે જ દિવસની રાત્રે ડેરીમાં 16 વર્ષથી સત્તા જૂથમાં રહેનારા ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી CID ક્રાઇમની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેને લઈ આજે મહેસાણા શહેરના રાજકમલ પેટ્રોલપમ્પ આગળ વિપુલ ચૌધરીના સમર્થકો એકઠા થયા હતા અને આ ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગતરોજ ચૂંટણી અધિકારી દ્વારા દૂધ સાગર ડેરીની ચૂંટણી ની તારીખો જાહેર કરવામાં આવી હતી જેમાં આગામી 5 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજવામાં આવશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ધરપકડ બાદ ક્યાં પક્ષને ફાયદો થાય છે.

Latest Stories