ભરૂચ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આશિયાના બંગલોઝ, મનુબર ચોકડી વિસ્તારમાંથી એક ‘કોમન ક્રેટ’ અને રહાડપોર વિસ્તારમાંથી એક અત્યંત ઝેરી ગણાતો ‘રસેલ વાઈપર’ સાપ મળી આવ્યો હતો. આ સાપ માનવ વસ્તીની નજીક આવી જવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રીએ સાવચેતીપૂર્વક આ બંને સરિસૃપોને સલામત રીતે પકડી લીધા હતા અને તેમને તેમને સુરક્ષિત પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
