હવામાન વિભાગની આગાહી : આવનારા 24 કલાકમાં દેશના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

New Update
હવામાન વિભાગની આગાહી :  આવનારા 24 કલાકમાં દેશના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

ભારતીય હવામાન વિભાગે દિલ્હી એનસીઆર અને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં ગુરુવારથી રવિવાર સુધી સામાન્ય વરસાદની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં આવેલા ઈરાની ચક્રાવાત નિવાર ખતમ થયું નથી કે એક અન્ય ચક્રાવાત દસ્તક આપી રહ્યું છે. હવામાન વિભાગે તેને લઈને પણ એલર્ટ જાહેર કર્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. આવનારા 24 કલાક સુધી તે તાકાતવર રહી શકે છે. આ વખતે ફરી એકવાર વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 2 ડિસેમ્બરે દક્ષિણ ભારતમાં તેની અસર જોવા મળી શકે તેવું અનુમાન કરાયું છે. પહાડોમાં બરફવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. બરફના કારણે ચાલી રહેલા ઠંડા પવનોના કારણે પારો વધુ ગગડી શકે છે. આ સાથે જ 1 ડિસેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદ પણ થઈ શકે છે.  આવનારા અઠવાડિયાના અંત સુધી જમ્મૂ કાશ્મીરમાં પણ બરફવર્ષા થવાનું અનુમાન છે. 

Read the Next Article

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી

New Update
yellq

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે રેતાળ જમીન અને ગરમી માટે જાણીતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસામાં અસાધારણ ગતિવિધિ જોવા મળી રહી છે. 1 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 175% વધુ વરસાદ નોંધાયો છે, જે 66.3 મીમીની સામે 155.8 મીમી છે.

હવામાન વિભાગે 10 જુલાઈ  સુધી પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની શક્યતા છે. બારન, ભીલવાડા, ધોલપુર, જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં અનેક ગણું વધુ રહ્યું છે. બારનમાં 448.8 મીમી, ભીલવાડામાં 361.6 મીમી અને ધોળપુરમાં 293.8 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ રાજસ્થાન જિલ્લાઓ જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓ, બંધો અને રસ્તાઓ પર અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધ્યું છે, ખાસ કરીને ધોળપુરમાં.પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર જિલ્લામાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે અહીં વરસાદની તીવ્રતા પૂર્વ રાજસ્થાન કરતા ઓછી છે, પરંતુ જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે.

Latest Stories