
અંકલેશ્વર: અંદાડા ગામે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું કરાયુ ઉદ્ઘાટન
અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત | ભરૂચ | સમાચાર
અંકલેશ્વર તાલુકા અંદાડા જિલ્લા પંચાયત બેઠક તેમજ આ બેઠકમાં આવતી ચાર તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંગે ભાજપ દ્વારા અંદાડા ગામ ખાતે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ગીતાબેન વસાવા,તાલુકા પંચાયતના ઉમેદવાર કિરીટ માસ્ટર સહીત ભાજપના આગેવાન વિશાલ પટેલ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
