Connect Gujarat
વાનગીઓ 

ગણપતિ બપ્પા માટે ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ મોદક બનાવવાની રેસીપી

ગણપતિ બપ્પા માટે ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ  મોદક બનાવવાની રેસીપી
X

ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથની તિથિએ ગણેશ ચતુર્થી આવે છે. આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોય રહ્યા છે. તો તે દિવસે ગણપતિ બપ્પાને ભોગ ધરાવવા માટે મોદક લાડુ બનાવવાની ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ મોદક બનાવવાની રેસીપી જાણો.

મોદક બનાવવા માટેની સામગ્રી :-

  • ૨ ચમચી ગરમ દૂધ
  • થોડું કેસર
  • ૧ ચમચી ઘી
  • ૧ કપ રવો
  • ૧/૨ કપ બદામનો ભુક્કો
  • ૧/૨ પિસ્તાનો ભુક્કો
  • ૧ ગ્લાસ ગરમ દુધ
  • ૧ કપ ખાંડ
  • ૧ ચમચી ઈલાયચી પાઉડર

મોદક બનાવવા માટેની રીત :-

રવાના મોદક માટે સૌ પ્રથમ આપણે ૧ વાટકીમાં ૨ ચમચી ગરમ દૂધ લેશું અને તેમાં કેસર ઉમેરી અને હલાવી લેશું. ત્યાર પછી ૧ કડાઇ લેશુ તેને ધીમા ગેસ પર મૂકી અને તેમાં ૧ કે ૨ ચમચી ઘી ગરમ કરવું. ગરમ થયા પછી તેમાં ૧ કપ રવો નાખી અને શેકવું અને થોડો સેકાય ગયા પછી તેમાં ૧/૨ બદામનો ભુક્કો, ૧/૨ પિસ્તાનો ભુક્કો ઉમેરીને તેને બરાબર મિક્સ કરીને હલાવવું અને બન્ને ભુક્કને બહુ સેકવાના નથી ખાલી થોડા ગરમ થવા દેવાના છે.

ત્યાર પછી તેમાં ૧ ગ્લાસ ગરમ દૂધ ઉમેરી અને અને મિક્સ કરવાનું છે. અને મિક્સ થયા પછી તેમાં કેસરવાડુ દૂધ હતું તે અમાં ઉમેરવું અને તેને પણ મિક્સ કરવું અને ત્યાર પછી તેમાં ૧ કપ ખાંડ ઉમેરી અને તે મિશ્રણમાં બરાબર ઉમેરવું જેથી તે બરાબર મિશ્ર થઈ જાય એટલે તેમાં ૧ ચમચી ઈલાયચી પાઉડર ઉમેરી અને મિશ્રણ બનાવી લેશું અને મિશ્રણને થોડુ ઠંડુ કરવા દેશું અને ઠંડુ થયા પછી તેને ગોળ વાળી અને મોદકના મોલ્ડમાં રાખી અને એ આકારમાં મોદક બનવશું આ રીતે તૈયાર છે મોદક.

તો વાંચતા રહો આવી જ અવનવી વાનગીઓ કનેક્ટ ગુજરાત પર.

Next Story