મોડાસા: સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનની ગૂગલમાં થઈ પસંદગી

New Update
મોડાસા: સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનની ગૂગલમાં થઈ પસંદગી
  • મોડાસાના યુવાનની સફળતાની સિદ્ધિ
  • ઇન્ટરવ્યુના ત્રણ સ્ટેજ પાસ કરીને પહોંચ્યો ગૂગલ કંપનીમાં
  • હાલ અમેરિકામાં 15 દિવસને મેળવી રહ્યો છે તાલિમ
  • મોહીબ હવે ગૂગલમાં બજાવશે સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ

કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. બસ આજ ઉક્તિ સાબિત કરતો એક કિસ્સો મોડાસામાંથી બહાર આવ્યો છે. વાત જાણે એમ છે કે, મોડાસાના મોહી મનવાની પસંગી ગૂગલમાં એન્જિનિયર તરીકે થઇ છે,, મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં ધો-૧૨ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરીને યુવકે સોફ્ટવેર એન્જિનિયરિંગગ કર્યું હતું. સોફ્ટવેર એન્જીનિયરનો અભ્યાસ પૂર્ણ કરી યુવક દિલ્હી નજીક ગુડગાંવની એક કંપનીમાં નોકરી અર્થે જોડાયો હતો.

આ કંપનીમાં વિદેશથી કસ્ટમર આવતા જતા રહેતા હતા અને કંપનીના કર્મચારીઓની કામગીરી અંગે ધ્યાન રાખતા હતા. દરમિયાન આ યુવકની ઈન્ટેલીજન્સી વિદેશી કંપની ગુગલના ધ્યાને આવતાં તેને ઈન્ટર્વ્યુ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અંગે આ યુવકે ગૂગલમાં ઈન્ટર્વ્યુ આપતાં તે સફળ થયો હતો અને ગુગલ કંપનીએ યુવકને એપોઈન્ટ કરી દીધો હતો. હાલ મોહીબ ગૂગલની ટ્રેનિંગ માટે કંપનીએ અમેરિકા બોલાવ્યો છે.

દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે તેણે ગુગલનું નામ ન સાંભળ્યું હોય. હાલ સ્માર્ટ ફોન આવી જવાને કારણે તો દરેકના હાથમાં ગુગલની સાઈટો આંગળીના ટેરવે ફરતી હોય છે ત્યારે આવી દુનિયાની મોટી કંપનીમાંથી નોકરી માટેનું આમંત્રણ મળે તો હરખનો પાર ન રહે. આવો જ કિસ્સો મોડાસાના યુવક સાથે બન્યો છે. ગુગલે મોડાસાના યુવકની લાક્ષણિકતાઓ જોઈને નોકરી માટે આમંત્રણ આપતાં સમગ્ર ઉત્તર ગુજરાતનો પ્રથમ યુવક બન્યો છે જેને ગુગલે તેડાવ્યો છે.

સોફ્ટવેર એન્જીનિયર બની ગયેલા ૨૨ વર્ષિય મોહિબે દિલ્હી નજીક આવેલ ગુડગાંવ ખાતે આવેલી સ્પ્રીન્કલર કંપનીમાં એન્જીનિયર તરીકેની નોકરીમાં જોડાયો હતો. મોહિબનું સદનસીબ એ હતું કે આ કંપનીમાં અવાર નવાર વિદેશી ક્લાયન્ટ આવતા રહેતા હતા. વિદેશી ક્લાયન્ટ આવીને ઈન્ટેલીજન્ટ કર્મચારીઓની પ્રોફાઈલ ચેક કરતા રહેતા હતા. દરમિયાન મોહિબઅહેમદની પ્રોફાઈલ ચેક કરતાં છોકરો ઈન્ટેલીજન્ટ હોવાનું ધ્યાને આવતાં ગુગલે ઈન્ટરવ્યુ માટે આમંત્રણ આપ્યું હતું.

ગુગલે ઈન્ટરવ્યુ માટે આમંત્રણ આપતાં મોહિબના હરખનો પાર રહ્યો ન હતો. જ્યારે પરિવારજનો પણ રાજીના રેડ થઈ ગયા હતા અને સગા સંબંધીઓ તેમજ સમાજના આગેવાનોએ પણ આવીને યુએસએના સીલીકોન વેલી ખાતે ગુગલની હેડ ઓફિસ આવેલી છે. સમગ્ર વિશ્વમાં ગુગલની શાખાઓ ચાલે છે ત્યારે મોડાસાના મોહિબઅહેમદને ઈન્ટરવ્યુ માટે ગુગલે બોલાવ્યો અને સફળ રીતે યુવકે ઈન્ટરવ્યુ પાસ કરી દેતાં ગુગલે પોતાની હૈદરાબાદ ખાતેની શાખામાં એપોઈન્ટમેન્ટ આપી દીધી હતી.

15 દિવસની ટ્રેનિંગ માટે ગુગલે સીલીકોન વેલી હેડ ઓફિસે આમંત્રણ પાઠવ્યું

જમીનના પેટાળમાં હિરા છુપાયેલા હોય પરંતુ તેને બહાર કાઢવાવાળા પણ પડ્યા છે. તેમ હોંશિયાર વિદ્યાર્થીઓ ગમે તેટલા અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય પરંતુ પોતાના જ્ઞાનનો પ્રકાશ બહાર આવ્યા વગર રહેતો નથી. ત્યારે મોડાસાના યુવકની ગુગલમાં પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને દિકરાએ ગુગલમાં નોકરી શરૂ કર્યા બાદ શુક્રવારના રોજથી યુવકને ટ્રેનીંગ માટે ગુગલે પોતાના હેડક્વાર્ટર સીલીકોન વેલી ખાતે ટ્રેનીંગ માટે આમંત્રણ આપતાં તે જવા માટે રવાના થઈ ગયો છે.

Latest Stories