Connect Gujarat
ગુજરાત

મોડાસાના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી મહિલાના મોબાઇલની થઈ ચીલઝડપ

મોડાસાના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી મહિલાના મોબાઇલની થઈ ચીલઝડપ
X

અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખૌફ બનીને રોજેરોજ ચોરી, લૂંટ ની ઘટનાને અંજામ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા શહેરના કડીયાવાડા વિસ્તારમાંથી પસાર થતી મહિલાને ધક્કો મારી મોબાઈલની લૂંટ કરી મોબાઈલ ચોર રફુચક્કર થઈ ગયો હતો.

મોડાસાના કોટાકડી ભાગોળ ટીંબા વિસ્તારમાં રહેતી એક મહિલા કામકાજ અર્થે નીકળ્યા હતા. ભરચક રહેણાંક વિસ્તાર એવા કડીયાવાડા રોડ થી સૂકા બજાર તરફ પસાર થતા હતા ત્યારે મોબાઈલ ચોર સમડીની માફક ત્રાટકી મહિલાને ધક્કો મારી મહિલાના હાથમાંથી ખાનગી કંપનીનો રૂ.૧૨ હજારનો સ્માર્ટ મોબાઈલ લઈ ફરાર થઈ જતા મહિલાએ બુમાબુમ કરી મુકતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા. મોબાઈલ ચોર લૂંટ ચલાવી ફરાર થઈ જવામાં સફળ રહેતા મહિલા રડમસ બની હતી. મોબાઈલ લૂંટની ઘટનાનો ભોગ બનેલી મોડાસા પોલીસસ્ટેશન માં જાણ કરી હતી.

Next Story