વ્હાઈટ હાઉસની બહાર મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ઉપસ્થિત રહ્યા
મુલાકાત સમયે બાઈડને તેમની મુંબઈ મુલાકાત યાદ કરી હતી. તે સમયેતેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે કહ્યું કે મુંબઈમાં તેમના સંબંધી છે. બાઈડને કહ્યું કે તેમણે મુંબઈની વ્યક્તિનો પત્ર મળ્યો હતો, જેનું ઉપનામ પણ બાઈડન હતું.
અમેરિકા યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવા માટે વ્હાઈટ હાઉસ પહોંચી ગયા છે. વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં PM મોદી અને બાઈડનની બેઠક ચાલી રહી છે. આ બેઠક 1 કલાક સુધી ચાલશે.
બાઈડને 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી હતી. ત્યારબાદ આ પ્રથમ વખત બન્ને દેશના નેતા મળી રહ્યા છે. બન્ને દેશો માટે સમાન પડકારો છે. કોવિડનો કહેર સંપૂર્ણપણે અટક્યો નથી. ઝડપભેર વેક્સિનેશન ચાલી રહ્યું છે.
