“આગાહી” : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું જૂન માસમાં આગમન, ખેડૂતો માટે સારો રહેશે વરસાદ

“આગાહી” : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું જૂન માસમાં આગમન, ખેડૂતો માટે સારો રહેશે વરસાદ
New Update

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં આગામી 27 મેથી 2 જૂન વચ્ચે જ્યારે ગુજરાતમાં 15થી 20 જુનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગતવર્ષે રાજ્યમાં 21 જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસુ થોડા દિવસ વહેલુ શરૂ થઈ શકે છે. ગયા વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન રાજ્યમાં સરેરાશ 44.77 ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ આ વર્ષે વરસાદ પણ વહેલો થશે અને સારો રહેશે. નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ અંદામાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૂ કરી દીધુ છે.

આગામી 27 મેથી બે જુનની વચ્ચે નૈઋત્યના ચોમાસાની કેરળમાં પ્રારંભ થઈ શકે છે. અંદામાનના સમુદ્ર અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો-પ્રેશર 22 મેથી સર્જાવવાનું શરૂ કરશે. જે 24 મેથી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ શકે છે, ત્યારે રાજ્યમાં 15 જૂનથી વરસાદની શરૂઆત થશે. જોકે, આ વરસાદ રાજ્યના ખેડૂતો માટે સારો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જોકે, ગુજરાત રાજ્યમાં સાનુકુળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસુ અગાઉની ધારણા કરતા વહેલુ આગમન કરી શકે છે. રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને ચોમાસાની ગતિવિધીમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે.

સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે. પણ હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.

#Gujarat #Gujarat Rainfall #Rainfall Update #Connect Gujarat News #Andaman-Nicobar Islands #Monsoon 2021 #Kerala Rain #Metrological Department
Here are a few more articles:
Read the Next Article