મોરબી જિલ્લાના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મૂછડીયાએ જાહેરાત કરી છે કે, તેને તેના નવઘણ દાદા દ્વારા સપનામાં આવી તેમની સાથે આવી જવા આહવાન કર્યું છે. જેના આધારે કાંતિભાઈએ પોતાના જીવતા જ આગામી તા. ૨૮ના રોજ સમાધી લેવાનું નક્કી કર્યું છે. કાંતિલાલ મૂછડીયાને નવઘણ દાદા દ્વારા સપનામાં આવી સાથે આવવા માટે આહવાન કરતા ગુરુનો દિવડ ફાગણ બીજનો હોવાથી સરકાર જ્યાં ફાળવે ત્યાં સમાધી લેશે અને જો સરકાર સમાધિ માટે જગ્યા ન આપે તો તે કપડાંની આડશો ઉભી કરી અને પોતાનો જીવ છોડશે.
જેની
પ્રક્રિયા ૨૮ તારીખે સવારે ૯:૩૦થી ૯:૪૫ એટલે કે ૧૫ મિનિટમાં તે પોતાનો જીવ છોડશે અને પોતાના ગુરુ પાસે પહોંચી જશે. પીપળીયા ગામના રહીશ કાંતિલાલ મૂછડીયાના જણાવ્યા
અનુસાર, તેઓ પોતાના પરિવાર સાથે પીપળીયા
ગામે છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરે છે. તેઓ ૧૫ વર્ષ પહેલાં અનેક ઢોંગીબાબા અને ભૂવાઓ પાસે ગયા હતા.
પરંતુ
તેમને કૂતરું કરડ્યું હતું તે મટાડી
શક્યાં ન હતા, ત્યારે જામદૂધઈ ખાતે ૪૫૦ વર્ષથી બિરાજમાન રહેલા નવઘણ દાદાએ આ દર્દ વર્ષ ૨૦૦૫માં મટાળ્યું હતું, તેમજ આગામી દિવસોમાં બધું સારું થઈ જાય ત્યારે ગુરુએ
પોતાની પાસે આવા જણાવી દીધું હતું. તો બીજી તરફ અચાનક જ કાંતિલાલને તેના ગૃરુએ સપનામાં આવી મોક્ષ પ્રાપ્ત કરવાનું કહેતા
કાંતિલાલ દ્વારા સમાધિ લેવાનું નક્કી કરતાં પરિવારજનો ચોકી ઉઠ્યા હતાં.
ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા પણ
તેઓને સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેઓ
ટસના મસ ન થઇ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આ બાબતની જાણ મોરબી એસપી કરનરાજ વાઘેલાને
થતાં મોરબી તાલુકા પોલીસને સતર્ક કરી કાંતિલાલ મૂછડીયા પર નજર રાખી કઈ અજુગતું
ન બને તે માટે પોલીસને સ્ટેન્ડબાય કરવામાં આવી છે, ત્યારે હવે આગામી ૨૮ નવેમ્બરના રોજ કાંતિલાલ તેના
ગુરુ પાસે પહોંચી જશે કે પછી આ એક અંધશ્રદ્ધા જ છે. હાલ તો સૌ કોઈની તેના પર મીટ મંડાઈ રહી છે.