મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જો કે, હોસ્પિટલમાં દાખલ 76 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા પહોંચી હતી. હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ સહિત 76 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.