IPL-2021 ફેઝ-2 માં આજે શનિવારે દિવસની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ પર મેચ જીતવા માટેનું દબાણ ભારે રહેશે. જો MI હારી જાશે તો તેમનો પ્લે-ઓફમાં જવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ થઈ જશે. પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે રહેલી મુંબઈના 11 મેચમાં 10 પોઈન્ટ છે. જો તે સળંગ ત્રણેય મેચ જીતી જાય તો તે સરળતાથી પ્લે-ઓફમાં પહોંચી જશે, પરંતુ એક જ હાર મળ્યા બાદ તેને નેટ રન રેટ અને અન્ય ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે.
