નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે,શહેરી વિસ્તારની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસોએ માથું ઊંચક્યું છે, વધતા જતા કેસો સામે હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે, જિલ્લાના અનેક તાલુકા લેવલે રોજિંદા કાર્યના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગ્રામપંચાયત,તાલુકા પંચાયત અને વેપારી એસોસિયેશન દ્વારા વધતા કેસો સામે સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આજથી ચાર દિવસ સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ કરતાં તમામ ધંધા રોજગાર બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે ડેડીયાપાડામાં સન્નાટો જોવા મળ્યો હતો.
મહત્વની બાબત છે કે જિલ્લાના અનેક સ્થળોએ સ્વંયભૂ લોકડાઉન તેમજ બપોર સુધી જ ધંધા રોજગાર શરૂ રાખવામાં આવી રહ્યા છે. અને કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે હવે લોકો સ્વંયમ જાગૃતા દર્શાવી રહ્યા છે જે આ મહામારી ના સમયમાં સરાહનીય બાબત કહી શકાય તેમ છે,