નર્મદા જિલ્લામાં ગુજરાતના રાજકારણમાં પરિવર્તનનો પવન હવે પાયાના સ્તરે પણ જોવા મળી રહ્યો છે.

નર્મદા જિલ્લા સહિતની તાલુકા પંચાયતોની બેઠક પર આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. આ જીત બાદ સમગ્ર વિસ્તારમાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતના સમાચાર મળતા જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.વિજેતા ઉમેદવાર સાથે નીકળેલા વિજય સરઘસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. સ્થાનિક લોકોના મતેઆ જીત માત્ર એક પક્ષની નહીં પરંતુ જનતાની પાયાની જરૂરિયાતો અને પરિવર્તનની આશાની જીત છે.આ જીત સાથે જ નર્મદા જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છેજે આગામી સમયમાં મોટા ઉલટફેરના સંકેત આપી રહ્યા છે.