નર્મદા : એકતા નગરી કેવડીયાને 3 કરોડના ખર્ચથી દુલ્હનની જેમ સજવાઇ

New Update
નર્મદા : એકતા નગરી કેવડીયાને 3 કરોડના ખર્ચથી દુલ્હનની જેમ સજવાઇ

કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબરના રોજ એકતા દીનની ઉજવણીને લઈ ઝગમગાટ કરવામાં આવ્યો છે. ત્યારે આ લાઇટિંગ ફિક્સ કરી દેવામાં આવી હોય પ્રસીઓને કાયમી જોવા મળે એવી વ્યસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ  વિસ્તારમાં  35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ  રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે. તેમ હવે કેવડિયામાં પણ ગ્લોવ ગાર્ડન બનાવવા માં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. હાલ મોટા મોટા પોલ લગાવીને તમામ વીજ પોલ પર પણ લાઇટિંગ કરવામાં આવી છે. જેમાં પણ ડિઝાઈનો પાડવામાં આવી છે. એટલુંજ નહિ સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ તાજ જ્યા દુબઇની જેમ કોકોનટ લાઇટિંગ લેસર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. જેને કાયમી બેઝ બનાવી આ લાયટીંગ કરવામાં આવ્યુ છે. જોકે હાલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. જોકે  31 ઓક્ટોમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસની ઉજવણી કરવા આવવાના હોઈ જે દિવસે પીએમ દ્વારા આ એકતા નગરી ગ્લોવ ગાર્ડનનું પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે બાદ પ્રવાસીઓનું આ એક ખાસ આકર્ષણ રહશે.

રાજપીપળા ખાતે આવેલ 419 વર્ષ પૌરાણિક મંદિરમાં હરસિધ્ધિનું આવેલું છે. ત્યાં દરવર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે અને છેલ્લા 6 વર્ષથી રાજપૂત સેવા સમાજ દ્વારા તલવાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરના 250 જેટલા રાજપૂત યુવાનો બે હાથે તલવાર લઇ વિવિધ કરતબો કરી આ તલવાર આરતી કરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આટલી મોટી સંખ્યામાં આરતી થાય તો મુશ્કેલી થાય. અને ના કરે તો મહાઆરતી અખંડિત થઈ જાય આ માટે તંત્રની મંજૂરી મેળવી સાદગીથી માત્ર 31 યુવાનો દ્વારા આ મહા તલવાર આરતી કરવાનું નક્કી કર્યું અને સુંદર આયોજન કરી હરસિધ્ધિ માતાના મંદિરે તલવાર આરતીનું આયોજન કર્યું. કોરોના મહામારીના લીધે યુ ટુયબ .ફેસબુકને ઇન્સ્ટાગ્રામ ઉપર રાજપૂત સમાજના લોકો  liev આરતી જોઈ શકે તેવી વેવસ્થા ગોઠવાઈ હતી.

Latest Stories