નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ વિકાસના કામોને ઝડપથી વેગ મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ પીવાના પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટને શરૂ કરવાના પ્રયાસો બાદ ગૃહિણીઓની સગવડ માટે વધુ એક યોજના “ઘરેલુ ગેસ લાઈન” આપવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના સાંસદ મનુસુખ વસાવા તથા છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતા રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપળા ખાતે ઘરેલુ ગેસ લાઈન યોજનાની પૂજન વિધિ સાથે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. જોકે હવે રાજપીપળાની ગૃહિણીઓને ગેસ સિલિન્ડરથી છુટકારો મળશે અને ઘરેલુ ગેસ કનેક્શનમાં નાણાંની બચત પણ થશે. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહી નર્મદા જિલ્લાની જનતાને વધુ સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવા અંગેનો સાંસદ દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.