નર્મદા: કોરોનાની પરિસ્થિતિ બાબતે સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં, જુઓ શું આપી ચીમકી

New Update
નર્મદા: કોરોનાની પરિસ્થિતિ બાબતે સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં, જુઓ શું આપી ચીમકી

નર્મદા જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજપીપળાની કોવિડ હોસ્પિટલના સ્ટાફને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાતા સાંસદ મનસુખ વસાવા ગિન્નાયા હતા અને સ્ટાફ પરત મોકલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપી દીધી હતી.

સાંસદ મનસુખ વસાવા તેમના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે અને તંત્રની નીતિઓ સામે અવાજ ઉઠાવવામાં પણ તેઓ નથી ખચકાતા ત્યારે નર્મદા જીલ્લામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે આજે તેઓએ રાજપીપળાની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાજપીપળાની કોવિડ હોસ્પિટલના સ્ટાફને વડોદરાની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સાંસદ મનસુખ વસાવા ગિન્નાયા હતા. રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ ન હોવાના કારણે લોકોને સારી સારવાર ન મળતી હોવાના કારણે અગવડતા વેઠવી પડે છે ત્યારે સ્ટાફ પરત કરવાની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી અને જો સ્ટાફ પરત ન કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી દીધી હતી.

Latest Stories