નર્મદા : SOU ની આવકના નાણા જમા નહિ કરાવી ખાનગી કંપનીએ કરી 5 કરોડ રૂા.ની ઉચાપત

New Update
નર્મદા : SOU ની આવકના નાણા જમા નહિ કરાવી ખાનગી કંપનીએ કરી 5 કરોડ રૂા.ની ઉચાપત

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવતાં પ્રવાસીઓની ટીકીટ તથા પાર્કિંગના નાણા બેંકમાં જમા નહિ કરાવી એક ખાનગી કંપનીએ 5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

કેવડીયા ખાતે આવેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય મનોરંજનના સ્થળો જોવા માટે રોજના હજારો મુલાકાતીઓ આવી રહયાં છે. આ મુલાકાતીઓના  પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં અમુક રૂપિયા ચાર્જ ભરી પાર્કિંગમાં પ્રવાસીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની “ફી” અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડો  રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. HDFC બેંકને એની જ ખાનગી એજન્સીએ 5 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું તથ્ય બહાર આવ્યું છે. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકાઉન્ટ વડોદરાની HDFC બેંકમાં છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોજના કલેક્શન માટે બેંકે કલેક્શન એજન્ટ તરીકે ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ માટે “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની” નિમણૂક કરી હતી. “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ની રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાબદાર અધિકારીઓ પાસેથી લઈ બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી.

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિસે આપેલી રોકડ રકમ અને એની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલ રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો. આ મામલે SOU તંત્રએ HDFC બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નવેમ્બર-2018થી માર્ચ-2020 સુધીના સમયગાળા દરમિયાન “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ના કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચેરી ખાતેથી 5.24 કરોડ રૂપિયા રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ના કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે.વડોદરાની  HDFC બેંક દ્વારા “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ કરી છે. કેવડિયાના  DYSP વાણી દુધાત આ ભ્રષ્ટાચાર મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે.

Read the Next Article

નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો, આવતીકાલે 10મી વખત લેશે શપથ

બિહારમાં નવી સરકારની રચનાનો માર્ગ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. બુધવારે (19 November) નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ

New Update
sc

બિહારમાં નવી સરકારની રચનાનો માર્ગ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. બુધવારે (19 November) નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સમક્ષ NDA ના તમામ ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કરી નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. આ પહેલાં યોજાયેલી NDA ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે આવતીકાલે એટલે કે 20 November ના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં તેઓ રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

રાજભવનમાં શું થયું?

બુધવારે પટણામાં રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ રહી હતી. NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ કુમાર સીધા રાજભવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાજ્યપાલને મળીને વર્તમાન સરકારનું રાજીનામું સોંપ્યું હતું અને સાથે જ નવી સરકાર રચવા માટે જરૂરી બહુમતી હોવાનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. રાજ્યપાલે તેમનો દાવો સ્વીકારીને તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે.

ભાજપે નીતિશના નામનો પ્રસ્તાવ મૂક્યો

NDA ની મહત્વની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ઘટક પક્ષોએ એકસૂરે વધાવી લીધો હતો. આ સાથે જ મંત્રીમંડળનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નવી સરકારમાં પણ નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે યથાવત રહેશે. સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિધાનસભા સ્પીકરનું મહત્વનું પદ આ વખતે ભાજપના ફાળે જઈ શકે છે.

Latest Stories